ચાર પરગણા પ્રજાપતિ સમાજ-ઊંઝા દ્વારા નવમો ઇનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ ઊંઝા ખાતે યોજવામાં આવ્યો હતો.
આજ રોજ તારીખ ૦૪-૧૦-૨૦૨૬, રવિવારના રોજ ઊંઝા મુકામે ‘ચાર પરગણા પ્રજાપતિ સમાજ-ઊંઝા’ ના ઉપક્રમે શૈક્ષણિક ઇનામ વિતરણ તેમજ સ્નેહમિલન સમારોહનું અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં ભાઈઓ કરતાં બહેનોની ઉપસ્થિતિ વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી, જે દર્શાવે છે કે આપણો સમાજ હવે શિક્ષણ અને જાગૃતિના ક્ષેત્રે નવી ઊંચાઈઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
આ ગૌરવવંતા સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ચાર પરગણા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખશ્રી સેંધાભાઈ કરશનભાઇ પ્રજાપતિ, સમાજના ભામાશાશ્રી ધર્મેશભાઈ કાળાભાઈ પ્રજાપતિ, સરપંચશ્રી મનસુખભાઇ, ડેલીકેટશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રીશ્રી મનીષભાઈ પ્રજાપતિ, સોનલબેન પ્રજાપતિ (પ્રમુખશ્રી ભાજપ મહિલા મોરચા થરાદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ નગરોમાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને કારોબારી કમિટીના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
ઊંઝા કમિટી દ્વારા કાર્યક્રમમાં પધારેલા તમામ અતિથિઓ અને સમાજશ્રેષ્ઠીઓ માટે ચા-નાસ્તો તેમજ ભોજન સમારંભની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે હારીજ શહેરથી ઉપસ્થિત રહેલ દિનેશભાઇ પ્રજાપતિ (પ્રમુખશ્રી, પાટણ જિલ્લા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ), હિતેશભાઈ પ્રજાપતિ (પ્રમુખશ્રી, હારીજ ચાર પરગણા), મોહનભાઇ પ્રજાપતિ (સહમંત્રી, પાટણ જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ) તથા કારોબારી સભ્યશ્રીઓ સર્વશ્રી યોગેશભાઈ પ્રજાપતિ, નવીનભાઈ પ્રજાપતિ, વેરશીભાઈ પ્રજાપતિ, શંકરભાઇ પ્રજાપતિ અને દશરથભાઈ પ્રજાપતિનું સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અત્યંત ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું.
આ સુંદર અને ઉષ્માસભર સત્કાર બદલ હું ઊંઝા સમાજના પ્રમુખશ્રી અણદાભાઈ અખાભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી રાણાભાઈ ગંગારામભાઈ પ્રજાપતિ, સહમંત્રીશ્રી ભરતભાઇ જકશીભાઈ પ્રજાપતિ અને તેમની સમગ્ર આયોજક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
દસરથભાઈ ઊંઝા તથા રમેશભાઈ સુઈગામ એ એન્કરિંગ કરીને પોગ્રામ ને છેલ્લે સુધી સરસ રીતે જાળવી રાખ્યો હતો.
સુંદર અને સફળ પોગ્રામ કરવા બદલ ઊંઝા ની સર્વ ચાર પરગણા પ્રજાપતિ સમાજ નો ખુબ ખુબ ધન્યવાદ.
પોગ્રામ ના અંત માં સૌ ભોજન પ્રસાદ લઈ અને એકબીજા ને હળીમળીને છુટ્ટા પડ્યા હતા.
